વડોદરા શહેરમાં આજે યોજાયેલી ઇન્ટરનેશનલ મેરેથોનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ મેરેથોનમાં કુલ 92,600 દોડવીરોએ ભાગ લીધો હતો.
42 કિ.મીની કેટેગરીમાં 188 દોડવીરો એ ભાગ લીધો જેમાં ચાર ઇન્ટરનેશનલ દોડવીરએ પણ પાર્ટી સિપેન્ટ કર્યું હતું.
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. હર્ષ સંઘવીનો આજે યોગાનુયોગ જન્મદિવસ હોય તેઓ 5 કિલોમીટરની મેરેથોનમાં દોડ્યા હતા.
મેરેથોનમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 300 ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહયા છે.
મેરેથોનમાં 92,600 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે પૈકી 42 કિલોમીટરની કેટેગરીમાં 188, 21 કિલોમીટરની કેટેગરીમાં 1700 અને 10 કિલોમીટરની કેટેગરીમાં 4000 જેટલા દોડવીરો ભાગ લીધો. ત્રણ મુખ્ય કેટેગરીમાં 5700 જેટલા દોડવીરો ભાગ લીધો જયારે બાકીના દોડવીરો પાંચ કિલોમીટર કેટેગરીની મેરેથોનમાં ભાગ લીધો હતો.