વડોદરામાં સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીક રાત્રે રખડતા ઢોર અડફેટે આવી જતા 48 વર્ષના જીજ્ઞેશ મહિજી ભાઈ રાજપૂત નામના યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે આ વાહનચાલક પસાર થઇ રહ્યો હતો. આ સમયે રસ્તા પર ઢોર રખડતા હતા અને સ્ટ્રીટ લાઈટ બંધ હતી. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે વાહનચાલક ગાયો જોઈ શક્યો નહતો અને વાહન ચાલક યુવાન રખડતા ઢોરની અડફેટે આવી ગયો હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યુ હતુ તેઓએ કહ્યું કે અકસ્માત બન્યા બાદ અચાનક સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી દેવામાં આવી હતી.
રખડતા ઢોર અને તંત્રની બેદરકારીએ કારણે આ યુવાનનો જીવ ગયો હોવાનો મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો સંતાનમાં એક પુત્રી છે અને પત્ની હવે કઈ રીતે ભરણ પોષણ કરશે તે સવાલ ઉભો થયો છે આમ પાલિકાની બેદરકારીના કારણે એક પરિવારનો માળો વિખાઈ ગયો છે.
