વડોદરામાં ભારે ચર્ચાસ્પદ બનેલા સુમનદીપ વિદ્યાપીઠના ઓર્થોપેડિક વિભાગમાં જુનિયર વિદ્યાર્થી સાથે રેગિંગ કરવાની ઘટનામાં આખરે ત્રણ સિનિયર ડોક્ટરોને તબીબી ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવતા આવી દાદાગીરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી હતી અને કોલેજ શરૂ થયાના માત્ર 10 દિવસમાં જ વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવા અંગેવિદ્યાર્થીના વાલીઓએ ફરિયાદ કરતા મામલો સામે આવ્યો હતો.
જુનિયર ડૉક્ટરોના ત્રાસથી ભોગ બનનનાર માનસિક રીતે તૂટી ગયો અને વિદ્યાર્થી આત્મહત્યા કરવાના વિચારો કરવા લાગ્યો હતો.
સમગ્ર મામલો બહાર આવતા એન્ટી રેગિંગ કમિટી દ્વારા જેની સામે રેગીંગનો આક્ષેપ હતો તેવા ત્રણ વિદ્યાર્થીઓનો જવાબ લેવામાં આવ્યો હતો.
આજે કમિટીની બેઠકમાં પીડિત વિદ્યાર્થીના પિતા હાજર રહ્યા હતા. દરમિયાન રેગિંગની ઘટનામાં આક્ષેપિત ડો. ક્ષેમાંકર શાહ, ડો. ગૌરવ વાડોદરિયા અને ડો. હાર્દિક નાયકને તબીબી ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કમિટીની તપાસ પૂર્ણ થયે તેઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભોગ બનનાર વિદ્યાર્થી ને
દૈનિક ક્રિયા માટે પણ હોસ્ટેલ જવા દેવામાં આવતો ન હતો તેમજ
10 મિનિટમાં 2 દર્દીને આઈ.સી.યુમાં દાખલ કરી ફરી હાજર થવાનો ઓર્ડર જુનિયર આપતા હતા તેમજ
વારંવાર એક જ વસ્તુ લખાવતા હતા
સિનિયરો પોતાના પર્સનલ ખર્ચ પણ જુનિયર વિદ્યાર્થી પાસે કરાવતા હતા એટલુંજ નહિ પણ ચોથા વર્ગના કર્મચારીનું કામ પણ વિદ્યાર્થી પાસે જ કરાવતા હતા ઉપરાંત વિદ્યાર્થીને પોતાનું કામ પતાવી વોર્ડમાં જ દર્દીના બેડ પર જ ઊંઘવાનું દબાણ કરતા હતા
સિનિયરો કહેતા કે અનેક વિદ્યાર્થી કેમ્પસ છોડીને ગયા, જોઈએ છીએ કે તું કેટલો સમય ટકે છે
જુનિયર વિદ્યાર્થીને 21-22 કલાકની કામગીરી કરાવવામાં આવતી હતી
સિનિયર સામે હાથ પાછળ રાખીને ઊભા રહેવાનો ઓર્ડર અપાતો હતો.
રેગીંગનો ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, કોલેજ શરૂ થયાના 10 દિવસમાં અમારા સંતાનને પરત વતન લાવવો પડે તેવી તેની સ્થિતી થઈ હતી.
તેના સિનિયરો તેના પર તેમના પર્સનલ કામને લઈને દબાણ કરતા હતા. તેને કુદરતી ક્રિયા બધાની સામે કપડામાં જ કરવાનું કહીને તેને ક્ષોભની સ્થિતીમાં મુકતા હતા અને ખુબજ હેરાન કરતા હોવાની વાત જણાવી હતી.
આ ઘટનામાં જવાબદાર ત્રણ સિનિયર સામે પગલાં ભરી સસ્પેન્ડ કરી દેવાતા દાદાગીરી કરનારા ફફડી ઉઠ્યા હતા.