વડોદરા શહેરમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો, ગંદકીના ઢગલા અને દુષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે,વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે ડેંગ્યુ તાવ, શરદી, ખાંસી, ચિકનગુનીયાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાતા તંત્રમાં ચિંતા પ્રસરી ગઈ છે.
વડોદરામાં એક જ દિવસમાં તાવના 353 કેસ નોંધાતા મનપાની 201 ટીમો કામે લાગી છે.
વડોદરામાં વરસાદી પાણીનો ભરાવો અને ગંદકીના કારણે ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે.
સાથેસાથે પીવાના પાણી દુષિત થતા લોકો ઝાડા-ઉલટી, કોલેરા,ડેંગ્યુનો ભોગ બની રહ્યા છે. રોગચાળાએ માથું ઉંચકતા શહેરના કારેલીબાગમાં આવેલ ચેપી રોગની હોસ્પિટલ, જમનાબાઇ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, ઇ.એસ.આઇ. હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે હાલ ચિકનગુનીયા, તાવ, શરદી, દુષિત પાણીના કારણે કમળો, ડેંગ્યુ તાવના દર્દીઓ મોટી સંખ્યામાં નોંધાઈ રહયા છે.
શહેરમાં ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલની વ્યવસ્થા સહિત ગંદકી દૂર કરવા તંત્ર કામે લાગે તે જરૂરી બન્યું છે.