ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી રહયા છે અને હાલમાંજ રાજ્યમાં ભાજપના બે મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવી લેવામાં આવતા રાજકારણ ગરમાયુ છે.
બીજી તરફ વડોદરામાં સંગઠન સર્વોપરી નામનું કાળું બેનર લાગતા રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે.
વડોદરાના પંચમુખી મહાદેવ મંદિર સામે આ બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરને પગલે અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે.
ભાજપની જૂથબંધી મામલે પણ અટકળો વહેતી થઈ છે.
ભાજપના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના ખાતા પરત લેવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે ત્યારે વડોદરામાં લાગેલા બેનરોએ વિવાદ જગાવ્યો છે.