વડોદરામાં હાલ કોરોના ની મહામારી છે ત્યારે લોકડાઉન ની સ્થિતિ વચ્ચે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે પોતાના વિસ્તારમાં તંત્ર કામ નહીં કરતું હોવાના આક્ષેપ કરી ભાજપની જ મહાનગપાલિકા સામે લેંઘો ઉતારી દેતા ભારે વિવાદ ઉભો થયો છે ,તેઓ એ પોતાના વિસ્તારમાં સેનેટાઇઝ સહિતના કામો ન થતાં હોવાનું કારણ આગળ કરી ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે વોર્ડ નં-4 માંજલપુરની ઓફિસમાં જઇને 3 કલાક સુધી અધિકારીઓને ખખડાવી ધમકી પણ આપી હતીઅને કલ્પેશ પટેલેવોર્ડ ઓફિસ બહાર ગાડી વચ્ચે મુકી દાદાગીરી કરી હોવાનુ સામે આવ્યુ છે
કોરોના વાઈરસની મહામારી વચ્ચે કામોને લઈને ભાજપ-કોંગ્રેસનાકોર્પોરેટરો વચ્ચે વિવાદ થયો છે. વોર્ડ નં-4ના કોંગ્રેસી કોર્પોરેટર ચિરાગ ઝવેરી અને ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ વચ્ચે પોતાના વોર્ડમાં સેનેટાઇઝ કરવા મામલે વિવાદ થયો છે. બંને કોર્પોરેટરોએ વોર્ડ નં-4ની કચેરી માથે લીધી હતી ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ કપડા કાઢીને જાહેરમાં રોડ પર ઉભા થઇ જતા ભારે હોબાળો મચી ગયો હતો અને કોરોના ની સ્થિતિ માં પણ આ દંગલ મચતા શહેર માં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બની ગયું છે.
