વડોદરાના ભાજપના આગેવાન અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે સીઆઇડી ક્રાઈમમાં થયેલી છેતરપીંડીની ફરિયાદ બાદ તેઓ સામે ભાજપે એક્શન લીધા છે અને તેઓને જિલ્લા ભાજપ પ્રમુખે અપૂર્વ પટેલને પાદરા ભાજપ ઉપપ્રમુખ પદેથી હાંકી કાઢયા છે.
આ વાત સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવી છે.
વડોદરામાં સિદ્ધિ વિનાયક પેઢી દ્વારા મુકાયેલી જુદી-જુદી સ્કિમોમાં લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવતા બિલ્ડર અપૂર્વ પટેલ અને તેઓના પત્ની સામે ફરિયાદો ઉઠી હતી અને છેતરાયેલાઓની સંખ્યા 150 જેટલી હોવાનુ સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો.
જોકે, સીઆઇડી ક્રાઈમે ફરિયાદ બાદ તાત્કાલિક પગલાં લેવામાં નહિ આવતા આખરે આ અંગે પોલીસ વડા અને ગૃહમંત્રીને રજૂઆત કરતાં સીઆઇડી ક્રાઈમ હરકતમાં આવી હતી અને અપૂર્વ પટેલના નિવાસસ્થાને 3 દિવસમાં હાજર થવા નોટિસ આપી હતી. જ્યારે સિદ્ધિ વિનાયક ડેવલપરની ઓફિસના કર્મચારીઓના તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જવાબદાર કર્મચારીઓનું પણ નિવેદન લેવામાં આવ્યા હતા.
બીજીતરફ જિલ્લા ભાજપ પ્રમુખની અખબારી યાદીમાં જણાવાયું હતું કે અપૂર્વ પટેલ ને પાદરા નગર ઉપપ્રમુખ પદેથી દુર કરાયા છે.
જોકે, ભાજપમાં હજુ કાર્યરત રહશે.
આમ, બિલ્ડર અપૂર્વ પટેલ ભારે ચર્ચામાં રહયા છે.