વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન વખતે આજવા રોડ અને હરણી-વારસિયા રિંગ રોડ ખાતે વિશેષ વૃક્ષારોપણ કરી જોરદાર હરિયાળી ઉભી કરાઇ હતી અને કિશનવાડી વિસ્તારમાં મહાવીર હોલથી છેક પંચશીલ સુધીના રસ્તે સુંદર ક્યારા તૈયાર કરીને સંખ્યાબંધ રોપાઓ રોપવામાં આવ્યા હતા તે રોપા અચાનક ગાયબ થઈ જતા ભારે રહસ્ય ઉભું થયું છે.
વડાપ્રધાનની મુલાકાતના 14 દિવસ બાદ કિશનવાડી માળી મહોલ્લાથી કિશનવાડી ચાર રસ્તાની વચ્ચેના ભાગમાં 90 જેટલા ક્યારામાંથી માંડ પાંચ કયારામાં જ મોટા છોડવાઓ જોવા મળી રહયા છે બાકીના રોપા ગાયબ થઈ જતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
મનપા દ્વારા કરાયેલા ખર્ચ બાદ તે ખર્ચો એળે ગયો હોય તેવું જણાઈ રહ્યું છે તેવે સમયે આ રહસ્ય ઉપરથી પડદો ઉચકાય તે જરૂરી બન્યું છે.
