વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથેજ વધુ 11 નવા કેસ આવતા તંત્ર માં ચિંતા પ્રસરી છે વિગતો મુજબ આ 11 પોઝિટિવ કેસો પૈકી 10 લોકલ ટ્રાન્સમિશનના જ છે. 11 પૈકીના 4 કેસો નાગરવાડાના અને આ ઉપરાંત માંડવી, રાવપુરા-નવાબવાડા અને અમદાવાદી પોળની કડવા શેરીના એક-એક પોઝિટિવ કેસ તથા એક ખોડિયારનગર બનિયન સિટીમાં એક વધુ કેસ નોંધાયો હતો. 11 કેસ સાથે જ શહેરમાં અત્યાર સુધી 235 પોઝિટિવ કેસો નોંધાયા છે. એક વૃદ્ધાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નવાબજારમાં 2 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. શનિવારે નાગરવાડાના હાલા પરિવારના બીજા 2 કેસો નોંધાતા શહેરમાં હાલા પરિવારના જ 12 પોઝિટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. શનિવારના 11 પોઝિટિવ કેસો પૈકીના 2 દવાબજાર સાથે સંકળાયેલા હોવાનું ખૂલતા હવે કેમિસ્ટ્સ વર્તુળોમાં પણ ચિંતા પ્રસરી છે હાલ વડોદરા માં સંક્રમણ વધવાના જુદાજુદા કારણો સામે આવી રહ્યા છે .
