વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ ચાલુ છે અને
આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
વડોદરામાંલો પ્રેશરને લઈ આગામી ત્રણેક દિવસ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. શહેરમાં છેલ્લા ત્રણેક દિવસ વરસાદી માહોલ રહ્યો હતો.જોકે સંપૂર્ણ દિવસ વરસાદ વરસ્યો ન હતો, જેના કારણે ગરમીનો પારો 1 ડિગ્રી જેટલો વધી ગયો હતો. સમગ્ર દિવસ વાદળછાયા વાતાવરણના કારણે ભેજ અને ગરમીના કારણે લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો.
બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વરસતાં આજવા સરોવરની સપાટીમાં પણ 24 કલાકમાં 1 ફૂટનો વધારો નોંધાયો હતો. જેમાં 14 સપ્ટેમ્બરના રોજ જ્યાં આજવાની સપાટી 211.15 ફૂટ નોંધાઈ હતી ત્યાં 15 સપ્ટેમ્બરના રોજ આજવાની સપાટી 212.15 ફૂટ નોંધાઈ છે.જ્યારે વિશ્વામિત્રીની સપાટી 7 ફૂટે સ્થિર છે.