વડોદરા શહેરમાં વારંવાર કોમી છમકલાં થતા રહે છે અને કેટલાક ઈસમો વાતાવરણ ડહોળી રહયા છે તેવા સમયે રાત્રે વાડી રંગમહાલ વિસ્તારમાં અકસ્માત મુદ્દે કોમી છમકલુ થયુ હોવાની વાત વહેતી થતાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોમ્બિંગ હાથ ધર્યું છે.
ઘટના સ્થળે પહોંચેલા ડીસીપી યશપાલ જગાણીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, પાણીગેટ હરણખાના રોડ પર લોકોના ટોળા એકત્ર થયા હોવાનો મેસેજ હતો.
જેથી અમે સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા,એ લોકોની અંદરોઅંદરની માથાકુટ થઇ હોવાની માહિતી હાલ મળી રહી છે,જે લોકોને ઝઘડો થયેલો હતો તે જોઇને લોકોના ટોળા ભેગા થયા હતા.
આ સિવાય મોટો બનાવ બન્યો નથી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકોની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરીને શોધવાની તજવીજ શરૂ કરી છે. બેથી 3 લોકો વચ્ચે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.