વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા એશિયાના સૌથી મોટા ત્રણ દિવસીય વિન્ટેજ કાર શોમાં 21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગંસની 10મી આવૃત્તિમાં સૌથી દુર્લભ અને સૌથી સુંદર 200 વિન્ટેજ કાર્સ વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની 1934 પેકોર્ડ 1107 કૂપે રોડસ્ટરે બેસ્ટ ઑફ શો જીત્યો છે.
જ્યારે બીજુ સ્થાન યૌહાન પૂનાવાલાની 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથે મેળવ્યું અને ત્રીજું સ્થાન દિલજીત ટાઇટ્સની 1936 નૈસ એમ્બેસેડર સીરીઝ 1920 સેડાને પ્રાપ્ત થયું હતું આ ત્રણેય કારો શાનદાર છે.
બાઇક કેટેગરીમાં ધ બેસ્ટ ઑફ શોનો એવોર્ડ 1958 વેલકોટ વેનમ 500 સિંગલે જીત્યો, જેના માલિક પુણેના રૂબેન સોલોમેન છે
21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિગં ટ્રસ્ટી મદન મોહને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.