હિંદુઓ ને એક મંચ ઉપર લાવવા માટે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિતચિંતક અભિયાન શરૂ થયું છે.
આ અભિયાન અંતર્ગત આગામી 3 વર્ષમાં શહેરના દરેક હિન્દુના ઘરે પહોંચી સભ્ય બનાવવામાં આવશે.
તરસાલી પ્રખંડ ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિતચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શહેરના 15 પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હિન્દુ સમાજના એક એક ઘરે પહોંચી પરિવારને મળશે અને ઘરની બહાર જય શ્રી રામના સ્ટીકર લગાવશે.
ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી વડોદરાના તરસાલી ગામ ખાતેથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિ તેમજ અન્ય કાર્યકર્તાઓ અને બજરંગ દળના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આગામી ત્રણ વર્ષ માટે શહેરમાં આવેલા તરસાલી સહિતના 15 પ્રખંડમાં દરેક ઘરની મુલાકાત લેવામાં આવશે. જેમાં હિન્દુ સમાજના દરેક ઘરમાંથી એક એક સભ્ય બનાવવામાં આવશે. આ કાર્યક્રમનો મૂળ હેતુ સમાજને સંગઠિત કરવાનો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.