રાજ્યમાં હાલઆમ આદમી પાર્ટી દ્વારા વીજળી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આજે વડોદરા શહેરમાં દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાના અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે વીજળી આંદોલનના ભાગરૂપે પત્રિકા વિતરણ કતી વિરોધ પ્રદર્શન કરી રહયા હતા તે દરમિયાન સ્થળ ઉપર આવેલી પોલીસે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ મયંક શર્મા, પ્રતિમા વ્યાસ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકેઆમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબ એમ બે રાજયોમાં સરકાર છે ત્યાં નાગરીકોને 200 અને 300 યુનીટ સુધી વીજળી ફ્રી માં આપે છે. જેની સામે ગુજરાત સરકાર રાજયની પ્રજા પાસેથી ખુબ ઉંચા દરો વસુલ કરે છે. જેથી ગુજરાતની પ્રજા પાસેથી થઇ રહેલ ઉઘાડ લુંટ રોકવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની પ્રજાને 200 યુનીટ વીજળી ફ્રી આપવામાં આવે તે માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું છે જેના ભાગરૂપે વડોદરામાં પણ દેખાવો યોજાયા હતા.