—સત્યડેની ટીમે કરેલા સર્વેમાં મોટી મોટી હોટલોના લાખ્ખોનો વેરો બાકી હોવાની વાત સામે આવી! રોજ આવા એકમોનું લિસ્ટ તંત્રને આપીશું! કાર્યવાહી કેમ નહિ?
–પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલને સત્યડે દ્વારા સવાલ કરાયોતો કહ્યું 31મી સુધી રાહ જોઈશું
વડોદરામાં વેરા વસૂલાત ઝુંબેશમાં મોટાભાગે નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યાની બૂમ ઉઠવા પામી છે પણ મોટા મગરમચ્છો સામે પાલિકાનું તંત્ર જાણેકે કુર્નિશ બજાવી રહ્યું છે અને લાખ્ખો રૂપિયાનો વેરો બાકી હોવાછતાં તંત્ર દ્વારા કેમ સીલ મારવામાં આવતું નથી તે સવાલ નગરની જનતા પાલિકાના જવાબદાર અધિકારીઓને પૂછી રહી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂપિયા ૨૬ કરોડની બાકી લેણા વસૂલવામાં નિષ્ફળ રહેલા વડોદરા કોર્પોરેશને વેરા નહિ ભરનાર શહેરીજનો સામે માસ સિલીંગ ઝુંબેશ શરૂ કરી બાકી વેરા બાબતે કોમર્શિલ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની અને રહેણાંક મકાનોના બાકી વેરા સામે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી અગાઉ શરૂ કરી હતી
ચાલુ મહીના દરમિયાન રહેણાક મિલકતોના પાણી કનેક્શનનો પણ કાપવાની શરૂઆત આ ટીમો દ્વારા કરતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો આ ટીમમાં વોર્ડના વિવિધ ઓફિસરો તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા.
જોકે,કેટલીક મિલ્કતો સીલ કરીતો કેટલાકને નોટીશ આપવામાં આવી પણ શહેરની મોટા ગજાની હોટલોનો લાખ્ખો રૂપિયાનો વેરો બાકી હોવાછતાં શામાટે આ હોટલો સીલ કરવામાં નહિ આવી તે વાત નગરજનોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
સત્યડે દ્વારા આ અંગે થયેલા ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે અને સત્યડે રોજ હવે જે એકમો સામે મનપા દ્વારા સીલ કરવા જેવા પગલાં ભરાયા નથી તે વાસ્તવિકતા બહાર લાવશે.
આજે આપને વડોદરાની પાંચ હોટલોના બાકી વેરા જણાવવા જઈ રહયા છે જેના લાખ્ખો રૂપિયા બાકી હોવાછતાં તંત્રએ વેરા વસુલાત માટે કેમ સીલ માર્યું નથી તે એક સવાલ છે.
સત્યડેની તપાસમાં જે જાણવા મળ્યું તેમાં વડોદરાની કેટલીક હોટલોના જે વેરા બાકી છે તેમાં બસ ડેપો પાસે આવેલી હોટેલ યુવરાજનો 13 લાખ ઉપરાંત નો વેરો બાકી છે.
શ્રી તુલસી હોટેલ પ્રાઇવેટ લીમીટેડ એન્ડ અધર્સ પ્રતાપગંજ નો 3 લાખ 26 હજાર ઉપરાંતનો વેરો બાકી છે.
જ્યારે હોટલ મિડ ટાઉન ફતેગંજ 1 લાખ 32 બજાર ઉપરાંત નો વેરો બાકી છે ઉપરાંત લોર્ડ્સ ઈશ્વર હોટેલ લીમીટેડ જે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ છે જેનો 11 લાખ ઉપરાંત નો વેરો બાકી છે.
જ્યારે હોટલ ઓરબીટ જે સયાજીગંજ જેતલ પુર બ્રિજ વિસ્તારમાં આવેલ છે જેનો 2 લાખ 97 હજાર ઉપરાંત નો વેરો બાકી છે ઉપરાંત ફતેગંજની હોટલ સૂબા પેલેસ પ્રાઇવેટ લીમીટેડ 8 લાખ ઉપરાંત વેરો બાકી છે.
આ સિવાય સત્યડે પાસે અનેકના લાખ્ખોમાં વેરા બાકી છે તેનું લિસ્ટ છે જે રોજ પ્રકાશિત કરવામાં આવનાર છે દરમિયાન આટલી મોટી રકમ બાકી હોવાછતાં તંત્ર દ્વારા કોઈ સીલ મારવાની કાર્યવાહી નહિ કેમ કરવામાં આવતી નથી તે અંગે સત્યડેના પ્રતિનિધિએ વડોદરા મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલને સવાલ કર્યોતો તેઓએ જણાવ્યું કે હાલતો જેઓનો બાકી વેરો છે તે ભરવા સમજાવવામાં આવી રહયા છે અને 31 માર્ચ સુધી રાહ જોવામાં આવશે ત્યારબાદ પણ વેરો નહિ ભરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.