વડોદરા શહેરમાં સંયુક્ત જમીન મિલ્કત વિવાદમાં હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.
શહેરના મચ્છી પીઠ કાગડીવડમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા ફિરોઝ ખાન કાસમખાન પઠાણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફતેપુરામાં મારા માતા, માસી તેમજ મામાના નામે સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. જે મિલકત અંગે સિવિલ કોર્ટમાં દાવો ચાલે છે તેમાં બીજી તારીખે એવી દલીલ કરવામાં આવી હતી કે મિલકત પર રીનોવેશનનું કામ ચાલે છે જેથી અમારા વકીલે અમને મિલકત પર બાંધકામ ચાલતું હોવાના પુરાવા રજૂ કરવા કહ્યું હતું. પરંતુ મિલકત પર અમે જઈએ તો માથાભરને ગુંડા તત્વો અમને નુકસાન કરે તેવું હોવાથી બીજી તારીખે અને વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી આપી હતી. અમે વારસ્ય પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ મિસરાને મળ્યા હતા અને તેમને એક પોલીસ કોન્સ્ટેબલ અમિતકુમાર લક્ષ્મણભાઈને મારી સાથે મોકલ્યા હતા. ગઈકાલે બપોરે સવારે વાગે હું તથા પોલીસ કોન્સ્ટેબલ ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલી અમારી મિલકત પર ગયા હતા. અમને જોઈને ઈમ્તિયાઝ પઠાણ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પાવડો લઈને અમને મારવા માટે દોડી આવ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ અમિતકુમાર તેને પકડી લેતા હું બચી ગયો હતો. ત્યારબાદ ઈમ્તિયાઝે મારી પાસે આવી ઝપાઝપી કરી માર માર્યો હતો. તેમજ મારા ખિસ્સામાં મુકેલા ચશ્મા તોડી નાખ્યા હતા તેની પત્ની નાદેરાએ આવીને મને ગાળો બોલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું ત્યાંથી માંડ માંડ બચીને પોલીસ સ્ટેશન આવી ગયો હોવાનું જણાવ્યું હતું.
આમ,આ પ્રકરણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.
