વડોદરામાં સતત વરસાદી માહોલ છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાના બનાવો છે અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે, IPCL પાસે 1 ઝાડ પડ્યું હતું. શનિ-રવિવાર પણ વરસાદી માહોલ રહ્યો હતો.
આજે સોમવારે પણ વરસાદ ચાલુ છે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં સાથે સાંજે એકધારો પવન સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુંગાર થઈ ગયુ છે.
છાણી પોદ્દાર સ્કૂલ નજીકથી 18 મીટરના રોડ પર પાણી ભરાતાં ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે. આ રોડ પર શાળા આવેલી છે.
ગઈકાલે રવિવારે 10 સોસાયટીના 200થી વધુ લોકો એકત્ર થયા હતા અને તૂટી ગયેલા રોડ અને ખાડાઓના કારણે અકસ્માત સર્જવાની સાથે વાહનોને નુકસાન થઈ રહ્યું હોવા મામલે હૈયા વરાળ ઠાલવી હતી.
શહેરના સમગ્ર દક્ષિણ વિસ્તારને આવરી લેતા વોર્ડ નં.16થી વોર્ડ નં.19ના સવા ત્રણ લાખ લોકો આજકાલ સંખ્યાબંધ ખાડાઓ સાથેના ખખડધજ રસ્તાઓ, વરસાદી પાણીના ભરાવાથી અને પીવાના પાણીની સમસ્યાઓથી લોકો ત્રસ્ત બન્યા છે.
આ સિવાય શહેરના ગોત્રી, લક્ષ્મીપુરા વગરે વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય લોકોને પરેશાન કરી રહ્યું છે.