વડોદરામાં સાજન ભરવાડે કુણાલ ચોકડી પાસે રૂ. 5 કરોડની કિંમતના પાલિકાના 7500 ચોરસ ફૂટના સરકારી પ્લોટ પર કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ગોત્રી કુણાલ ચોકડી પાસે ડ્રાફટ ટીપીમાં પાલિકાના હેલ્થ સેન્ટર માટે અનામત પ્લોટ પર માથાભારે સાજન ભરવાડે કબજો જમાવ્યો હતો.
સાજન ભરવાડે આ પાલિકાની જગ્યા ઉપર કબ્જો જમાવી ભાડે આપી દીધી હતી અહીં 22 લારી-ગલ્લા અને કાર પોઇન્ટ પાસેથી મહિને 1 લાખથી વધુ ભાડું લેતો હોવાનું ખુલ્યું છે.
મેયર નિલેશ રાઠોડે ટીપી વિભાગના અધિકારીઓને તાકીદ કરતાં
દબાણ શાખા અને ટીપી વિભાગના અધિકારીઓએ પ્લોટ ખાલી કરાવવા કાર્યવાહી શરૂ કરી હતી,જે બાદ 22 લારી-ગલ્લા ધારકોએ સામાન હટાવી લેવા દોડધામ કરી મૂકી હતી.
ગોત્રીના ચેતન વાળંદ આપઘાત કેસમાં પોલીસ હાલ ભરવાડ ત્રિપુટી પોલીસ હીરાસત માં છે
લક્ષ્મીપુરા અને ગોત્રી પોલીસ મથકમાં સાજન ભરવાડ વિરુદ્ધ થયેલી અરજીઓમાં લાપરવાહી અને કાર્યવાહી અંગેના તથ્યો ચકાસવા માટે ડીસીપીએ સંબંધિત સ્ટાફને નિવેદન આપવા બોલાવાયા છે. આ અંગેનો રિપોર્ટ 7 દિવસમાં તૈયાર થશે.
ગોત્રીના વ્ચાજખોર ત્રિપુટી સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડની ડીસીબીએ મંગળવારે ધરપકડ કરી હતી અને તપાસ ચાલુ છે.
પોલીસે અન્ય લોકોને પણ ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરી છે.