વડોદરા શહેર-જિલ્લામાં ધૂળેટીનું પર્વ હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાઈ રહ્યું છે.
શહેરની દરેક સોસાયટી અને પોળો, રિસોર્ટ, પાર્ટી પ્લોટોમાં ધૂળેટી ઊજવણી માટે અનેક આયોજનો થયા છે.
વડોદરામાં દરેક સોસાયટીઓ અને પોળોમાં સવારથી ધૂળેટી પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો સાથેજ અનેક સોસાયટીમાં નાસ્તા અને ભોજનના અયોજનો સાથે રેઇન ડાન્સ સહિતનું આયોજન કરાયુ હતી જ્યારે રિસોર્ટ્સ અને પાર્ટી પ્લોટોમાં ખાણી-પીણીની પેકેજ રાખવામાં આવ્યા હતા પરિણામેં લોકોએ પોતાના પરિવાર સાથે ધુળેટી પર્વના તહેવારને ફૂલ એન્જોય કર્યું હતું.
શહેરમાં ઠેરઠેર યુવાનો બાઇક ઉપર કલર સાથે ફરતા જોવા મળ્યા હતા.
લોકો મનભરીને રંગોનું પર્વ ધૂળેટી રમ્યા હતા અને એકબીજાને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સોસાયટી અને પોળોમાં નાના બાળકોએ પણ રંગો ભરેલી પિચકારી અને ગુલાલ તેમજ રંગબેરંગી હર્બલ કલર સાથે ધૂળેટીની મજા માણી હતી. બાળકોથી લઈને વૃદ્ધોએ રંગોના પર્વ ધૂળેટીને મનાવ્યું હતું.
વડદરા જિલ્લા કલેક્ટર દ્વારા નદીઓમાં પ્રતિવર્ષ ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં લઇ મહીસાગર નદી કિનારાના લાંછનપુર, સિંધરોટ તેમજ નર્મદા નદી કિનારાના દીવેર, નારેશ્વર, ચાણોદ સહિતના સ્થળો ઉપર ન્હાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, લોકો પ્રતિબંધ હોવા છતાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.