વડોદરાના સિંધરોટ પાણી પ્રોજેકટનું વડાપ્રધાન તા.18મીએ ઉદ્ઘાટન કરે તે પહેલાંજ મહી નદીથી વડોદરા સુધી નાખવામાં આવેલી 150 MLD પાણીની લાઈનમાં ભંગાણ થતા હજ્જારો લીટર પાણી રોડ ઉપર વહેતુ થતા પ્રોજેકટના ઉદ્ઘાટન મામલે ભારે સવાલો ઉઠ્યા હતા અને તંત્રને પાણી બંધ કરતા કરતા નાકે દમ આવી ગયો હતો
વિગતો મુજબ એમ.જી.વી.સી.એલ.ની કેબલ નાખવાની કામગીરી દરમિયાન ભંગાણ થતાં રોડ ઉપર પાણી જ પાણી થઈ ગયું હતું.
રૂ. 176 કરોડના આ સિંધરોટ પાણી પ્રોજેક્ટનું તા. 18 જૂનના રોજ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે તેથી તંત્ર દ્વારા આખી રાત કામગીરી કરી લાઇન રીપેર કરી દેવામાં આવી હતી.
રૂપિયા 176 કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા આવતી પાણીની 200 MM લાઇનના એરવાલની લાઇનમાં એમ.જી.વી.સી.એલ. દ્વારા કેબલ નાખવા માટે ડ્રિલીંગની ચાલી રહેલી કામગીરી દરમિયાન ભંગાણ સર્જાતા ભારે જહેમત બાદ રીપેર કરી લાઇન પૂર્વવત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.