વડોદરામાં દારૂબંધીનો કોઈ અમલ થતો નથી અને બિન્દાસ દારૂ મળે છે અને હવે ચોમાસુ આવતાં તો દારૂના શોખીનો જાહેરમાં દારૂની મહેફિલો જમાવી રહયા છે જેઓને પોલીસનો કોઈ ડર નથી.
આવા સમયે જાહેરમાં ઈંગ્લીશ દારૂની મોજ માણતા દારૂડિયા અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસે તમામ પીધ્ધડોને ત્યાંથી ઉઠાવી લીધા હતા.
ફતેગંજ મેઇન રોડ પર રંગોલી હોટલ પાછળ બાઈટિંગ જંકશન નામની દુકાનમાં ખુરશીઓ ઉપર બેસી ચાર ઈસમો દારૂની મહેફિલ માણતા હતા ત્યારે સયાજીગંજ પોલીસે તેમને ઝડપી પાડયા હતા.
સયાજીગંજ પોલીસ હદ વિસ્તારમાં ફતેગંજ રંગોલી હોટલની પાછળ બાઈટિંગ જંકશન નામની દુકાનમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવા અંગે જાણ થતાં પોલીસે દરોડો પાડી દુકાનમાં ખુરશીઓ ઉપર બેસી દારૂની મહેફિલ માણી રહેલ ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.
આ ઇસમોમાં સુરેશ ચીમનલાલ અગ્રવાલ (રે.વૈભવ રેસીડેન્સી, ફતેગંજ), દક્ષેશ ઉર્ફે ચિન્ટુ ઈસુચરણ ક્રિશ્ચન (રે.મિશન ટ્રેનિંગ કમ્પાઉન્ડ, ફતેગંજ), ત્રિલોક મવાશીરામ રાજપુત (રે.અંબિકા સોસાયટી, હરણી ગામ) અને રવિ દિલીપભાઈ જાની (રે.પરમારની ચાલી, હરણી ગામ)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન એક દારૂની બોટલ, ચાખણું, પાણીની બોટલ, પાંચ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.13,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી.