સુરત બાદ વડોદરામાં પણ નૂપુર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનો આગળ આવ્યા હતા અને જાહેરમાં સૂત્રોચ્ચાર કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વડોદરાના ગોરવા વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
જેમાં નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે ભગવા ઝંડા લઈને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે,કોઈ વાત વધે તે પહેલાજ સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કરી રહેલા હિન્દુ સંગઠનોના યુવાનોને સમજાવી રવાના કર્યા હતા.
આમ,હવે નુપુર શર્માને સમર્થન આપવાનું ઠેરઠેર ચાલુ થતા સ્થિતિ વણશે નહિ તે માટે પોલીસ સતત વોચ ગોઠવી સ્થિતિ ઉપર નજર રાખી રહી છે.
