વડોદરા મનપા દ્વારા કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને એમઓઆરટીએચ દ્વારા નેશનલ ઈલેકટ્રીક બસ પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં 200 ઈ-બસ દોડતી થઈ જશે.
આ નવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આગામી દોઢ વર્ષમાં કાર્યરત થશે અને 200 ઈલેકટ્રીક બસો નગરમાં દોડશે આ બસોમાં એસી,નોનએસી બસોનો સમાવેશ થશે.
આગામી સમયગાળામાં વડોદરા શહેરમાં 38 સીટર 200 ઈ-બસો દોડતી થઈ જશે.
હાલ શહેરમાં 120 થી 140 જેટલી સિટી બસના રૂટ છે તેમાં પણ વધારો થશે. નવા વિસ્તારો આવરી લેવાશે તેમજ આસપાસના ગામો જોડાયાં છે ત્યાં સુધી નવી બસ સુવિધા વિસ્તારી શકાશે.
વડોદરા સિટી બસ સર્વિસ માટે કેન્દ્ર સરકારના નીતિ આયોગ તેમજ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા નેશનલ ઈલેકટ્રીક બસ પ્રોગ્રામ અંતર્ગત વડોદરાને 200 ઈ-બસ ફાળવવા માટે ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટિંગ મોડલ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જે માટે કોર્પોરેશને રૂપિયા 10 લાખ જમા કરાવ્યા છે. વડોદરા કોર્પોરેશન માટે 200 ઈ-બસ ચલાવવા માટે સીઈએસએલ દ્વારા પ્રપોઝલ જમા કરાવવામાં આવ્યું છે. જેમાં ઓપરેટર દ્વારા બસ ખરીદી ઓપરેટ અને મેઈન્ટેનન્સ કરવાની રહેશે.