રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉંચકયું છે ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ નવા 30 કેસ નોંધાયા હતા. કોરોનાના વધુ 22 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 148 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 9 દર્દી દાખલ છે. દાખલ દર્દી પૈકી એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલમાં 120 લોકો ક્વોરન્ટીન છે.
છેલ્લા 24 કલાકમાં સવાદ, દિવાળીપુરા, ગોત્રી, નવીધરતી, ગાજરાવાડી, સમા, નવાયાર્ડ, યમુના મિલ, વડસર, હરણી, માંજલપુર, સુભાનપુરા, અકોટા, વારસીયા, ભાયલી, એકતાનગર, કેલનપુર, ડબકા, કરજણ, રણોલી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું છે.