વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહયા છે અને છેલ્લા 24 કલાકમાં નવા 47 કેસ નોંધાયા છે.
જ્યારે 28 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 288 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 9 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 188 લોકો ક્વોરન્ટીન છે.
વડોદરામાં ગોત્રી, અકોટા, છાણી, ગોરવા, સમા, દિવાળીપુરા, સુભાનપુરા, તાંદલજા, વડસર, હરણી, બાપોદ, અટલાદરા, દંતેશ્વર, નવીધરતી, માણેજા, કપુરાઇ, આસોજ, હનુમાનપુરા, કુંઢેલા, દેથાણ અને ઉંડેરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે
આમ, કોરોના નું સંક્રમણ વધતા ફરી લોકોને જાહેર ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે.