વડોદરાના મોબાઇલ માર્કેટમાં રૂ.8.50 કરોડની જીએસટી ચોરી બહાર આવ્યા બાદ અન્ય મોટા ગજાના મોબાઈલ શોપ પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે અહી પણ જીએસટી ચોરી થતી હોવાની વાતો ભારે ચર્ચાસ્પદ રહી છે અને મારવાન્સ મોબાઇલ , સરકાર મોબાઈલ અને જેવી દુકાનોમાં પણ જો તપાસ થાયતો મોટા કાંડ બહાર આવવાની શક્યતા હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે.
વડોદરામાં 8.50 કરોડની જીએસટી ચોરી કરનાર મોબાઈલ શો રુમના માલિકની ધરપકડ થતાં હવે આખો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. વડોદરા માં મોબાઈલ, સ્માર્ટ વોચ સહિતની મોઘી વસ્તુઓ બીલ વગર માર્કેટમાં વેચી દેવામાં આવતા હોવા અંગે અગાઉથી જ ભારે ચર્ચાઓ હતી તેવા સમયે જીએસટી વિભાગે GST ચોરીમાં મોબાઇલ શોપના સંચાલકની કરતા મોબાઇલ ફોન માર્કેટમાં હવે ફફડાટ ફેલાયો છે.
વડોદરામાં અલકાપુરી સહિત ત્રણ જગ્યાએ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મોબાઈલ શોપના માલિક દ્વારા 8.50 કરોડની જીએસટીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. રા લિંક મોબાઈલ શોપના સંચાલક પુષ્પક હરીશ મખીજાની ધરપકડ કરી હતી. જો કે, તેણે કોર્ટમાં જામીન અરજી કરી હતી જેની સુનાવણી શુક્રવારના રોજ છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ- વડોદરા રિજનલ યુનિટના ઇન્ટેલિજન્સ ઓફિસર નિમિત કપુરે પુષ્પક મખીજાનીની ધરપકડ કરીને તેને સેસન્સ કોર્ટમાં ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. સીજીએસટી વિભાગે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કેસની વિગતો આપી હતી કે પુષ્પક હરીશ મખીજાની રા લિંક, વિંડસર પ્લાઝા, અલકાપુરી, રા લિંક, મારૃતિ ધામ સોસાયટી, હરણી રોડ અને સરકાર આઇ ફોન્સ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય સામે, કારેલીબાગ ખાતે શો રૂમ ધરાવે છે. અને વિવિધ બ્રાન્ડના મોબાઇલ ફોન, ટેબલેટ અને સ્માર્ટ વોચનુ વેચાણ કરે છે ત્યારે તેઓ હવે જીએસટી ચોરી કરવાના આ પ્રકરણને લઇ અન્ય મોટા શો રૂમ સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે.
આવાજ એક અન્ય મારવાન્સ મોબાઇલના ઇસ્ટાગ્રામ પેજ ઉપર જઈને જોશોતો ખબર પડશે કે રોજના તે આઠથી દશ મોબાઈલ વેચે તો પણ દોઢથી બે લાખ કમાતા હોવાનું જણાય છે,ત્યારે તેઓ સામે પણ જીએસટી વિભાગ દ્વારા તપાસ થાયતો આવુજ મોટું લફડું બહાર આવવાની શક્યતા લોકોમાં વ્યક્ત થઈ રહી છે અને આ આખો તપાસનો મુદ્દો છે જો પારદર્શક તપાસ થાયતો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આમ,સરકારની તિજરીને મોટું નુકશાન થઈ રહ્યું છે ત્યારે અન્ય મોબાઈલ શોપ માં પણ તપાસ થશે તો ગેરરીતિ ના મામલા પ્રકાશમાં આવવાની સંભાવના છે.
બીજું કે સેકન્ડ હેન્ડ મોબાઇલનું પણ મોટું માર્કેટ છે તેમાં માત્ર આઇડી લઇ મોબાઈલ નો ધંધો મોટાપાયે ચાલી રહ્યો હોવાની વાત છે ત્યારે આ દિશામાં પણ તપાસ થશે તો મોટા ગફલા બહાર આવવાની શક્યતા છે.