વડોદરા શહેર પોલીસે ગણેશોત્સવ દરમિયાન 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિના સ્થાપન પર પ્રતિબંધ લગાવતું જાહેરનામુ બહાર પાડતા કોંગ્રેસ દ્વારા આજે વડોદરા પોલીસભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી જાહેરનામું પરત ખેંચવા માંગ કરી હતી.
જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
જોકે,પોલીસે આવેદનપત્ર ન સ્વીકારતા આવેદન પત્રની કોપી પોલીસભવનની દીવાલ પર ચોંટાડી દીધી હતી.
જો કે,પોલીસે કોંગ્રેસના નેતાઓ કોપી ચોંટાડયા બાદ હજુતો પોલીસભવનની બહાર નીકળે તે પહેલા જ પોલીસે આવેદનપત્રની કોપી ત્યાંથી હટાવી દીધી હતી.