વડોદરામાં CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ શરૂ છે.
આજે વડોદરા શહેરના અકોટા બ્રિજ સોલાર પેનલ નીચે સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જનસભામાં 10 હજારથી વધારે કાર્યકરો ઉપસ્થિત રહેશે.
તમામ વોર્ડમાંથી કાર્યકર્તાઓને લાવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
દરેક વિધાનસભા પ્રમાણે ધારાસભ્યો, કાઉન્સિલર અને અન્ય આગેવાનો આ સભામાં કાર્યકર્તાઓ સાથે હાજર રહેશે તેવા અનુમાન સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટી વિભાગ અને પોલીસ વિભાગ પણ બંદોબસ્ત સહિતની તૈયારીઓમાં વ્યસ્ત છે.
તમામ વોર્ડમાંથી કાર્યકર્તાઓને લાવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.