વડોદરા શહેરમાં મારવાંન્સ મોબાઇલ, જાસ્મીન મોબાઇલ,ઈલિયાસ સહીતની કેટલીક મોબાઈલની દુકાનમાં બિલ વગર આઈફોન અને એસેસરીઝનો ધંધો થઈ રહ્યો છે.
વડોદરામાં જીએસટી ડિપાર્ટમેન્ટ-વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં કેમ નથી આવતા કે પછી ગાંધીછાપ નોટો કામ કરી રહી છે ? સત્યડેનો આ તંત્રને સીધો સવાલ છે ત્યારે તે દિશામાં તપાસ થવી જરૂરી છે.
આ શોપવાળા પાસે પરચેસ બિલ માંગવામાં આવે અને એ પરચેસ બીલ સામે ક્યાં ક્યાં પરચેસ થયું છે તેની તપાસ થવી જોઈએ.
વડોદરા શહેરની આઈફોનનો ધંધો કરતી દુકાનોમાં જીએસટી રેડ કરે તો સારા એવા પ્રમાણમાં બિલ વગરના મોબાઈલમાં મળી શકે તેમ છે.
મોબાઇલના વેચાણમાં કરોડો રૂપિયાના મોબાઈલનો વેપાર કરનાર દુકાન માલિકો દ્રારા ગ્રાહકોને ટેક્સ ચોરીના મોબાઈલ પધરાવવામાં આવી રહયા હોવાની ફરિયાદો ઉઠી છે
ઉચ્ચસ્તરેથી તમામ દુકાનમાલિકો પર ડ્રાઇવરૂપ તપાસની કામગીરીહાથ ધરાય તો મોબાઇલના કાળા બજારિયાઓ કાયદાની ચુંગાલમાં આવી શકે તેમ છે.તેમજ લાખો રૂપિયાનો બે હિસાબી વ્યાપાર ઝડપાઇ શકે તેવી નગરવાસીઓમાં માંગ ઉઠી છે.
વડોદરામાં મોબાઈલ જાસ્મિન મોબાઇલની આડમાં અમુક મોબાઇલની દુકાનવાળાઓ જીએસટી વગરનો માલ વેચી રહ્યા છે એમાં ઇલિયાસ સહિતના દુકાનવાળાઓ પર રેડ પડે લાખો કરોડનો માલ મળી શકે એમ છે માર્વંશ મોબાઇલ વડોદરા સહિત પુરા દેશમાં મોબાઈલ સપ્લાય કરી રહ્યું હોવાની વાત છે.
વડોદરા,સુરત,નડિયાદ,આણંદ, અમદાવાદ અને વાપી આ ધંધાનું મેઇન હબ છે જીએસટી વગરના iphone મોબાઇલ વેચવાનો આ તો ફક્ત ફોનની વાત છે આ શહેરોમાં જીએસટી વગરની મોબાઇલની એસેસરીઝ મોબાઈલ ના કવર ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે જેની કિંમત કરોડોમાં થવા જાય છે પરંતુ નવાઈની વાત એ છે કે આ ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે અને કોઈ રેડ નહિ થતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.