વડોદરામાં આગામી તા.18મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયા છે ત્યારે એરપોર્ટથી ન્યૂ વીઆઇપી રોડ વાયા આજવા રોડ થઈ લેપ્રેસી ખાતે પહોંચનાર હોય તેઓના આ કોન્વોયના રૂટ પર આવતા તમામ 11 સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યા છે.
લેપ્રેસી મેદાન ખાતે અંદાજે પાંચ લાખ લોકો ઉમટી પડવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવનાર જંગી જનમેદનીને સભાસ્થળ સુધી લાવવા માટેની 1000 બસની વ્યવસ્થા અંગેઆરટીઓ દ્વારા કંપનીમાં કાર્યરત બસ, શાળાઓની બસ અને એસ.ટી.વિભાગ અને ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પીએમના પ્રોટોકોલ મુજબ તેમના રૂટમાં એક પણ સ્પીડ બ્રેકર હોવું ન જોઈએ તે નિયમ મુજબ હાલ 11 સ્પીડ બ્રેકર હઠાવી દેવામાં આવ્યા છે.
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર 71 ફૂટ ઉંચુ કટ આઉટ મૂકવા સહીત શહેરના વિવિધ મોલ ખાતે 30ફુટ જેટલી મોટી રંગોળી બનાવવામાં તૈયારીઓ શરૂ થઈ છે.