વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે બપોરે 12:30 કલાકે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ભાગ લેનાર હોય તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
વડાપ્રધાનની સભા શરૂ થાય તેના 1 કલાક પહેલા જ વડોદરા સહિત પાંચ જિલ્લામાંથી આવનારા લાભાર્થીઓ તેમજ લોકોને ડોમમાં પોતાની જગ્યા પર બેસી જવાનું રહેશે. ડોમમાં વડાપ્રધાન ઈલેક્ટ્રીક કાર્ટ મારફતે સૌને મળશે.
શહેરના મકરપુરા, નંદેસરી સહિતના 7 હજાર ઉદ્યોગો મોદીજીની વડોદરા મુલાકાત દરમ્યાન કાલે બંધ રહેશે.
શહેર-જિલ્લાના ઓદ્યોગિક એકમો, સામાજીક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ,એસોસીએશનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મકરપુરા જીઆઇડીસીના 4500 યુનિટ,મંજુસર જીઆઇડીસીના 500 યુનિટ, નંદેસરીના 400 યુનિટ,પાદરાના 180 યુનિટ,વાઘોડીયાના 800 યુનિટ સહિત અન્ય નાના મોટા એકમો મળીને અંદાજીત 7 હજાર જેટલા ઓદ્યોગિક એકમો શનિવારે બંધ રહેશે તેની જગ્યાએ રવિવારે ચાલુ રાખવામાં આવશે. તેવી જ રીતે ખંડેરાવ માર્કેટ જે સવારે 4 વાગ્યે શરૂ થાય છે તે પણ આખો દિવસ બંધ રહેશે.
કાલે શનિવારે વડાપ્રધાનની જાહેર સભામાં લાખોની જનમેદની એકઠી કરવા પ્રયાસ ચાલુ છે.
વડોદરામાં ખંડેરાવ માર્કેટ આખો દિવસ બંધ રહેશે જ્યારે હાથીખાના અનાજ બજાર બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે.