વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે આતંકી પ્રવૃત્તિમાં શંકાસ્પદ જણાતા બે વ્યક્તિઓની એટીએસ દ્વારા પૂછતાછ શરૂ કરાઇ છે. વડોદરાના ડૉ. સાદાબ અને સાબિહા ISISના હેન્ડલરના સંપર્કમાં હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે,એટીએસ દ્વારા યુવતી અને તબીબની બીજા દિવસે પૂછપરછ ચાલુ છે અને વિદેશથી મોકલાતાં નાણાં યુવતી અને તબીબના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાની વાત સામે આવી છે.
ગુજરાતમાં આંતકી પ્રવૃતિ માટે વિદેશથી મોકલાતી નાણાકીય મદદ ઉપર સરકારે સખત નવા કાયદા બનાવતા આતંકી તત્ત્વોએ વિદેશી ફંડિંગ મેળવવા નવી યુક્તિઓ શોધી કાઢી છે. જે એટીએસના ધ્યાને આવતા આ નવી યુક્તિ થી ફંડ મેળવવાના પ્રકરણની ઝીણવટ ભરી તપાસ ચાલુ છે જેમાં ચાર વ્યક્તિની પૂછપછર શરૂ કરાઇ છે. જેમાં વડોદરાના તબીબ ડૉ.સાદાબ પાનવાલા અને સાબિહા નામની
યુવતી ISISના હેન્ડલરના સંપર્કમાં હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
વડોદરા ના ડૉ. સાદાબ પાનવાલા અને સાબિહા સોશિયલ મીડિયાના માધ્યમથી સતત આઇએસઆઈએસના હેન્ડલરના સંપર્કમાં રહેતાં હોવાની શંકાના આધારે તેઓના લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરી તપાસ હાથ ધરી છે,જેમાં ત નિષ્ણાતો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલા ચેટમાં અન્યોની તપાસ હાથ ધરાઈ છે.
એનજીઓના નામે અગાઉ વિદેશથી ફંડ મેળવી ગેરકાયદે પ્રવૃતિ કરનારાઓ સામે સરકાર કડક બનતા હવે આવા તત્વો પર્સનલ બેંક ખાતાઓમાં નાની રકમ મોકલવાનું શરુ કર્યું હોવાની વાત સાથે વડોદરાના તબીબ અને યુવતીના ખાતામાં પણ આવી રકમ આવી હોવાથી બંનેની તપાસ કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે.