વડોદરામાં આગામી 18મી જૂને યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો રદ કરાયો છે.
પીએમઓ ઓફિસથી રોડ શો રદ થયો હોવાનો મેસેજ સ્થાનિક કલેક્ટર કચેરીને મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અલકાયદા દ્વારા અપાયેલી ધમકીના પગલે સલામતીના કારણોથી પણ રોડ શો બંધ રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
વડાપ્રધાન મોદી આગામી તા.18મી જૂનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરીને બપોરે 12 વાગ્યા સુધીમાં વડોદરા ખાતે લેપ્રસી મેદાન ખાતે પહોચશે જ્યાં સભા સંબોધશે.
અત્રે નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 18મી જૂનના રોજ પહેલીવાર વડોદરામાં રોડ શો કરવાના હતાં.
વડાપ્રધાન એરપોર્ટથી એરપોર્ટ સર્કલ, સંગમ ચાર રસ્તા અને ત્યાંથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ સરદાર એસ્ટેટ બાદ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધવાના હતાં. જોકે,રોડ શોને પીએમઓ ઓફિસમાંથી મંજૂરી ન અપાતા રદ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.