ગુજરાતમાં કેજરીવાલ સતત મુલાકાત લઈ રહ્યા છે અને આપનું વજન વધ્યું છે ત્યારે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ એમ બે પક્ષો વચ્ચે ગુજરાત માં જંગ છેડાશે તે નક્કી થઈ ગયું છે.
કેજરીવાલે વડોદરા એરપોર્ટ પર પગ મૂક્યો ત્યાજ મોદી મોદીના નારા લાગ્યા આ અંગે વાત કરતા કેજરીવાલે જણાવ્યું કે મારી સામે મોદી મોદીના નારા લાગ્યા, પણ મને રાજકારણ નથી આવડતું.
પણ એટલું તો ચોક્કસ કહેવું પડે કે હવે ભાજપને તેમની મજબૂત સીટો પર હારનો ડર લાગી રહ્યો છે.
ભાજપ પણ રાહુલ ગાંધી આવે ત્યારે મોદી મોદીના નારા નથી લગાવતું. કોંગ્રેસ પણ મારી સામે નારેબાજી કરે છે.
વડોદરામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા તે અંગે કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને રાજકારણ નથી આવડતું. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.
ગુજરાત સરકારને અહંકાર આવી ગયો છે, હવે આ સરકારની હટાવવી જરૂરી છે. અમે તમારી પાસે એક જ મોકો માગીએ છીએ બસ પછી જુઓ