વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક કોન્સ્ટેબલને તાત્કાલીક અસર થી સસ્પેન્ડ કરવા સાથે પી.સી.બીમાં ફરજ બજાવતા અન્ય 7 કર્મીઓની તાત્કાલીક બદલી કરી તેમને મૂળ પોલીસ સ્ટેશન માં બદલી કરી દેવા સાથે એક સામટા 37 પોલીસ કર્મીઓની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી કરી તેઓ ની ટ્રાફિક શાખા સહિતના વિભાગમાં બદલી કરાઈ હોવાના અહેવાલ છે.
જેમાં ટ્રાફિક શાખા, કંટ્રોલ રૂમ, સયાજીગંજ, સીટી, રાવપુરા, કારેલીબાગ, હરણી, બાપોદ, વારસીયા, પાણીગેટ, વાડી, ફતેગંજ, જવાહરનગર, માંજલપુર, છાણી, નંદેસરી, જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં પરત મોકલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
આમ પોલીસ ખાતા માં આ વાત ને લઈ ખાસ્સી ચકચાર મચી છે.
