છોટા ઉદેપુર જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ વડોદરા તથા પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની સ્થિતિને લઈ ઓરસંગ અને ઢાઢર નદીમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને નદીના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયુ છે.
ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા, કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ, વીરજઇ, અભરા, ઉમજ, પાદરા તાલુકાના વણછરા, કોટાણા, શહેરા, સદાદ, કોઠાવાડા, વાસણારેફ, નેદ્રા, વડોદરા તાલુકાના તલસટ, ચિખોદ્રા, અલ્હાદપૂરા, ધનિયાવી, શાહપૂરા, રાઘવપૂરા, પાતરવેણી, વડદલા, અજીતપૂરા, પોર, રમણગામડી, ગોસીન્દ્રા, ઉટીયા મેઢાદના ગ્રામજનોને એલર્ટ કરાયા છે.
જ્યારે ઓરસંગ નદીના કિનારાના વિસ્તારો ડભોઇ તાલુકાના ઓરડી, જેસંગપુર, નાગડોલ, આસોદરા, અરણિયા, ભીલોડિયા, અકોટી, કરણેટ, નવી માંગરોળ, જૂની માંગરોળ , ભીમપૂરા, સીતપુર, ચનવાડા ગામના લોકોને સાવચેત રહેવા જણાવાયુ છે.
હાલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના 39 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.