વડોદરા જિલ્લામાં દેવ,ઓરસંગ અને ઢાઢર નદીમાં પૂર આવવાની શક્યતાને પગલે નિચાણવાળા ગામોમાં એલર્ટ અપાયું છે અને લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોય ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા જિલ્લામાંથી પસાર થતી દેવ, ઢાઢર અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. જેમાં પંચમહાલમાં આવેલા દેવ ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. પરિણામે દેવ, ઢાઢર અને ઓરસંગ નદીના કાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.