વડોદરા જિલ્લામાં ધોરણ 10 ના 4 ઝોન અને ધોરણ 12 ના બે ઝોનમાં પરીક્ષા યોજાશે.
ધો- 10 ની પરીક્ષા 189 બિલ્ડિંગો,ધો – 12 વિજ્ઞાન પ્રવાહની 37 બિલ્ડિંગો અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 92 બિલ્ડિંગો પર લેવામાં આવશે.
માંજલપુર,ગોત્રી,રાવપુરા,કારેલીબાગમાં પરીક્ષા યોજાશે.
ધોરણ 12 ના બે ઝોનમાં પરીક્ષા યોજાશે.
જેમાં માંડવી અને સયાજીગંજ ઝોનમાં પરીક્ષા લેવાશે.
ધો- 10 ની પરીક્ષા 189 બિલ્ડિંગોપર યોજાશે. ધો – 12 વિજ્ઞાન પ્રવાહની 37 બિલ્ડિંગો અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 92 બિલ્ડિંગો પર લેવામાં આવશે. વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
આગામી સમયમાં બોર્ડ પરીક્ષા માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમીતીની રચના કરવામાં આવશે. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને સંકલનમાં લેવામાં આવશે. જેમાં વિજ કંપની,એસટી,આરોગ્ય,ડીઇઓ કચેરીના અધિકારીઓની સંયુકત ટીમ બનાવીને પરીક્ષાનું સંચાલન વિના વિધ્ને પાર પડે તે માટે કામગીરી કરાશે