વડોદરાના કરજણના કંડારી ગામ નજીક બનેલી હિટ એન્ડ રનની ઘટના માં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. વડોદરાથી કરજણ તરફ જતા JCT પાસે આ ભયાનક એક્સીડન્ટ સર્જાયો છે અને કોઈ અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
મૃતક ત્રણ યુવાનો પાદરા તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક વિગત અનુસાર બાઈક સવારો રોડ ના પહેલા ટ્રેક ઉપર બાઇક ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
ગમખ્વાર અકસ્માત બાદ રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્રણે મૃતકોની લાશને પીએમ માટે મોકલી દેવામાં આવી હતી.
આ બનાવ ને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
