વડોદરા માં કોરોના ની સ્થિતિ ખુબજ વિકટ છે અને સતત આગળ વધી રહ્યો છે ત્યારે વડોદરા નજીક આવેલા ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં રહેતા અને લૂંટના આરોપી 52 વર્ષીય ઐયુબ તાઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે ડભોઇ પોલીસ સ્ટેશનમાં અવરજવર બંધ થઇ ગઇ છે. ડભોઇમાં લૂંટના આરોપીનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવતા પોલીસકર્મીઓની તપાસ કરવામાં આવશે.
ડભોઇમાં લૂંટમાં ઝડપાયેલા બે આરોપીઓને પોલીસ દ્વારા તબીબી તપાસ અર્થે વડોદરા ખસેડાયા હતા. જેમાં લૂંટના આરોપી ઐયુબભાઈ મિયાભાઇ તાઇનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત ઐયુબભાઇ તાઇને ડભોઇ પોલીસ સ્ટેશનમાં એક રાત રાખવામાં આવ્યા હતા જેથી ડભોઇ પોલીસ સ્ટેશનમાં અવર જવર બંધ કરી દેવામાં આવી છે. પોલીસ જવાનોની આરોગ્યની ચકાસણી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આમ હવે વડોદરા માં કોરોના ની સ્થિતિ સતત બગડતી જઇ રહી છે.
