લોકડાઉંન ખુલ્યા બાદ રાજ્ય માં ભેદી સંજોગો માં કંપનીઓ માં આગ લાગવાના વધેલા બનાવો વચ્ચે વડોદરા ના પાદરાના જંબુસર રોડ પર હરણમાડ પાસે આવેલી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી છે. થોડા સમયમાં જ આગે આખી કંપનીને ઝપેટમાં લીધી હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં ધુમાડા ના ગોટે ગોટા નજરે પડતા હતા . આ ઘટનાની જાણ થતા જ મહુવડ, મુજપુર અને વડોદરાના 8 ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. હાલ કંપનીની બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. આમ રાજ્ય માં છેલ્લા પાંચ દિવસ માં અનેક જગ્યા એ આગ ના બનાવો બન્યા છે
