વડોદરા સહિત ગુજરાત માં ઠગાઈ અને બળાત્કાર કેસ માં ગુનામાં હાલ જેલની હવા ખાઈ રહેલા બગલામુખી મંદિરના કહેવાતા સંત એવા પ્રશાંત ઉપાધ્યાયે 2013થી 2017 ના સમયગાળા દરમિયાન દસમા ધોરણના વેકેશનમાં ગુરુ ની સેવા માં રહેલી કિશોરીને તારા શરીરમાં દૈવી શક્તિ નો પ્રવેશ કરાવવા નું જણાવી તેની સાથે 12 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા ભારે સનસનાટી મચી ગઇ છે.
ભારે હિંમત બાદ કિશોરી એ આખરે પોતાના ઉપર થયેલા અત્યાચાર ને મનમાં સહન નહિ થતા પાપીને સજા મળે તે માટે ફરિયાદ આપી છે.
કિશોરી ના જણાવ્યા મુજબ મોટી ઉંમર ના આ સંત પ્રશાંત ઉપાધ્યાયે તેને એમ કહ્યું કે તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તેમ જણાવી માઉથ ફ્રેશનર ના નામે ઘેનયુક્ત ગોળી ખવડાવતા પોતે બેહોશ થતા તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ કિશોરીએ લગાવ્યો હતો તેની આ માયાજાળમાં તેની અન્ય ત્રણ શિષ્યાઓ દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન , દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં લગાવતા હવે મદદગારી ના આરોપ માં આ શિષ્યાઓ સામે પણ એકશન લેવાય શકે છે.
ભોગ બનનારે જણાવ્યુ કે 2013માં દસમા ધોરણમાં પોતે અભ્યાસ કરતી હતી અને પોતાના પિતા વારસિયા બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિર અવારનવાર દર્શન કરવા જતા હતા અને સત્સંગમાં પ્રશાંત ઉપાધ્યાયથી પ્રભાવિત થયા હતા ત્યાર પછી પોતાને અને પરિવાર પણ વારસિયા મંદિરમાં લઈ જતા હતા અને પોતાને માથાના વાળની તકલીફ હોવાથી પિતાએ પ્રશાંત ઉપાધ્યાય ડોકટર હોવાથી તેમની દવા લઇએ તેમ જણાવતા પ્રશાંતે તેમને ઘડિયાળ સર્કલ નજીકના યોગક્ષેમ બિલ્ડિંગમાં આવેલા દવાખાને બોલાવ્યા હતા. જેથી ત્યાં જતાં તેની દવા પણ આપી હતી ત્યાર પછી તે પણ પ્રશાંતથી પ્રભાવિત થઈ હતી અને વારસિયા મંદિર ખાતે અવારનવાર સેવા કામ માટે જતી હતી.
ત્યારબાદ દશમા ધોરણ ના વેકેશનમાં તે પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી હતી ત્યારે પગ દબાવવા નામે પ્રશાંતે તેને તેના રૂમમાં બોલાવી હતી. ત્યાર પછી દિશા જોને તેને ગુરુજીના રૂમમાં મોકલી હતી. પ્રશાંતે બંને ગાલ પર હાથ મૂકી તું મને બહુ ગમે છે આઇ લવ યુ કહ્યું હતું. જેથી તે ગભરાઈ ગઈ હતી અને પ્રશાંતથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી હતી. જોકે ત્યારબાદ પ્રશાંતે તારા શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરીશ તેમ કહ્યું હતું અને દિશા અને દીક્ષાએ તેને ફરીથી પ્રશાંત પાસે મોકલી હતી.
પ્રશાંતે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે માઉથ ફ્રેશનર ની ગોળી ખાઈ લે તેમ કહીને કોઈ ગોળી આપતા તેણે ખાધી હતી અને ત્યારબાદ તેને ઘેન ચડ્યું હતું અને ત્યાર પછી પ્રશાંતે તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી કોઈને આ વાત નહીં કરવાની તેવી ધમકી આપી હતી દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતી જોશી પણ ત્યાં નીચે હોવા છતાં તે બચાવવા આવી ન હતી. ત્યારબાદ તેને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. કિશોરી અને તેના પરિવારે સમાજમાં બદનામ થવાના ડરે ફરિયાદ કરી ન હતી. પ્રશાંત વિરુદ્ધ તેના ઘણા ભક્તોએ પણ ફરિયાદ નોંધાવી છે તેવું જાણવા મળતા તેણે હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી.
પાખંડીએ આઇ લવ યુ કહેતા સગીરા ડરી ગઇ શિષ્યાઓએ કહ્યું, તારી ભલાઇની વાત કરી છે
કિશોરી પ્રશાંત ના પગ દબાવવા જતા પ્રશાંતે તેને તું મને બહુ ગમે છે આઇ લવ યુ તારા વગર હું જીવી શકીશ નહીં તારી ફિગર મને બહુ ગમે છે તેમ જણાવતા તે ડરી ગઈ હતી અને નીચે આવીને બીજી યુવતીઓ સાથે સૂઈ ગઈ હતી. બીજા દિવસે તેમની શિષ્યાઓ દિશા સચદેવા તથા દીક્ષા જસવાની અને ઉન્નતી જોશીએ ગુરુજીએ જે વાત કરી છે તે તારી ભલાઈ માટે કરી છે તેમ કહી ફરીથી ગુરુજી પાસે મોકલી હતી.પ્રશાંતે ધમકાવી હતી કે હું તારા શરીરમાં દેવી શક્તિની સ્થાપના આજે રાત્રે કરવાનો છું તો સ્નાન કરી લે, જેથી તે સ્નાન કરવા જતાં પ્રશાંત પણ બાથરૂમ માં આવી ગયો હતો. તેને બાથરૂમમાંથી વગર કપડાં એ બહાર આવવાનું કહી કેપ્રી પેન્ટમાં તેનો વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ બે વખત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું .
યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું અને વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી અપાઈ હતી. દિશા સચદેવા ઉર્ફે જોન તથા દીક્ષા જસવાની ઉર્ફે સીમા (બંને રહે કાન્હા ગોલ્ડ વાઘોડિયા ડભોઇ રોડ) અને ઉન્નતી જોશીને સમગ્ર જાણ હોવા છતાં પ્રશાંતની મદદ કરી હતી.
પંદર દિવસના વેકેશનના ગાળામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાએ સતત દસ વખત સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની સાથે અનૈતિક કૃત્ય પણ કર્યા હતા. પ્રશાંતે તમારી છોકરી કોઇ ના લફરામાં છે મારી સાથે સેવામાં રાખો તેમ જણાવી તેના પિતાને પણ કિશોરીની વિરુદ્ધમાં કરી દીધા હોવાનું
કિશોરી એ જણાવ્યું હતું.જ્યારે પણ પ્રશાંતના આશ્રમમાં જતી ત્યારે તે અવારનવાર તેની સાથે દુષ્કર્મ કરતો હોવાથી ત્યાં જવાનું છોડી દીધું હતું તેના માતા-પિતા આશ્રમમાં જતા પ્રશાંતે તેમને આ સત્સંગનો વિડીયો છે, તમારી છોકરીને આપજો તેમ કહીને મેમરી કાર્ડ આપ્યું હતું. યુવતીએ મેમરી કાર્ડ જોતા તેમાં તેનો કેપ્રી વાળો વિડિયો હતો જેથી પરિવારને જાણ કરી હતી આમ પાખંડી વિરુદ્ધ વધુ એક બળાત્કાર ની ફરિયાદ થતા આ પ્રકારની વધુ ઘટનાઓ બહાર આવે તેવી શક્યતા છે.