વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી એ રહસ્યમય સંજોગો માં આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
વિગતો મુજબ 22 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન વિનોદસિંહ દરબાર સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી એકલા રહેતા હતા. જેઓએ કોઈ અગમ્ય કારણોસર ગત રાત્રી દરમિયાન પોતાના ભાડા ના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે ઘરમાં કોઇ ન હોવાથી આજે સવારે ઘટનાની જાણ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યાનું કારણ હજી જાણવા મળ્યુ નથી.
સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન દરબારે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયુ નથી. પોલીસે મૃતકના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
