વડોદરા શહેરમાં કોરોના વકર્યો છે,અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે અને 60થી 65 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર માં ફફડાટ ફેલાયો છે. આવનારા દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહિ ભરાય તો મુશ્કેલીઓ ઉભી થવાની ભીતિ છે. વડોદરા માં એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના કેસોમાં સતત થઈ વધારો ચિંતા જનક છે હાલ યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે, ત્યારે ટીચિંગ અને નોન ટિચીંગ કર્મચારીઓમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, યુનિવર્સિટી દ્વારા સાવચેતીના પગલારૂપે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આમ વડોદરા ની સ્થિતિ ગંભીર બની રહી છે.
