વડોદરા જિલ્લા પોલીસ વડાએ વધુ એકવાર ગ્રામ્યના જુદા જુદા પોલીસ મથકો અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા 53 પોલીસ કર્મીની સામુહિક બદલીના ઓર્ડર કરતા પોલીસબેડામાં સોપો પડી ગયો છે.
આ બદલીઓના દૌરમાં 38 પોલીસકર્મીને હેડ ક્વાર્ટરથી પોલીસ મથકોમાં નિમણૂક આપી છે.
ઉપરાંત એલસીબીના પોલીસ કર્મીઓની શિક્ષાત્મક બદલી હેડ ક્વાર્ટરમાં કરવાનો હુકમ થતા પોલીસખાતામાં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યુ હતું.
જોકે બદલી થઈને આવેલા પોલીસ કર્મીઓએ ડિટેક્શનમાં ધારી સફળતા મેળવી શક્યા નહતા અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ડિટેક્શનમાં મદદ કરવી પડી હતી.
જેને પગલે હવે આ કર્મચારીઓને ફરી પોલીસ મથકોમાં નિમણૂક આપી છે. બદલીના ઓર્ડરમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ અને મહિલા તેમજ પુરુષ લોકરક્ષકનો સમાવેશ થાય છે. જોકે એકની પણ એલસીબી-એસઓજી જેવી મહત્ત્વની શાખા તેમજ જુદા જુદા પોલીસ મથકમાં મહત્ત્વની જગ્યા પર નિમણૂક ન કરતાં બદલી હંગામી હોવાનું મનાય છે.જો પોલીસ કર્મી વિવાદમાં આવશે તો કડક કાર્યવાહી કરાશે તેમ સૂત્રો જણાવી રહયા છે.