વડોદરામાં કોરોના વિસ્ફોટ થયો છે અને છેલ્લા 7 દિવસમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે 161 દર્દીની અંતિમવિધિ કરવામાં આવી હોવાની વાસ્તવિકતા સામે આવી છે જોકે, સરકારી ચોપડે માત્ર 4 દર્દીનાં જ મોત બતાવવામાં આવ્યા છે.
વડોદરાના સ્મશાનમાં રોજ ના અંદાજે 25 જેટલા દર્દીઓના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.
જે લોકો ના કોરોના થી મોત થાય તેવા મૃતકો ના મૃતદેહો પ્લાસ્ટિક માં પેક કરી અગ્નિદાહ અપાતો હોય છે તે પ્રકાર ના રોજ ના 25 કોરોના ના દર્દીઓ ને અગ્નિદાહ અપાઈ રહ્યો હોવાની વાત સામે આવી છે.
વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાવાયરસના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજ કોરોનાના 300થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક અઠવાડિયામાં કોરોનાના 1703 કેસ નોંધાયા છે. બીજી તરફ, છેલ્લા 7 દિવસમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે શહેરનાં સ્મશાનોમાં 161 દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી છે. જોકે સરકારી ચોપડે કોરોનાથી માત્ર 4 દર્દીનાં જ મોત દર્શાવવામાં આવ્યાં છે.
તમામ અર્બન હેલ્થસેન્ટરોમાં કોરોનાના ટસ્ટિંગ માટે લાઇનો લાગે છે
વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજેરોજ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 માર્ચે કોરોનાના 145 કેસ સામે આવ્યા હતા અને 30 માર્ચે કોરોનાના 353 સામે આવ્યા છે. વડોદરા શહેરનાં તમામ અર્બન હેલ્થસેન્ટરોમાં કોરોનાના ટસ્ટિંગ માટે લાઇનો લાગે છે. આમ, કોરોનાના કેસમાં અધધધ વધારો થતાં તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે અને કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસમાં સરકારી ચોપડે કોરોનાથી માત્ર 4 દર્દીનાં મૃત્યુ થયાં હોવાનું જણાવાયું હતું પણ વડોદરા શહેરના વિવિધ સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે, 161 દર્દીની અંતિમવિધિ કરવામાં આવી હોવાનું ખુલતા તંત્ર ની પોલ ખુલવા પામી છે.