વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના ની સ્થિતિ વિકટ રહી છે અને કોરોના ના કેસો માં વધારો થઈ રહ્યો છે. વડોદરા માં પોઝિટિવના વધુ 117 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 12,150 થઇ ગયોછે. શહેર જિલ્લામાં કોરાનાથી સત્તાવાર એક મોત સાથે મૃત્યુઆંક 200 થયો છે. જોકે સ્મશાન માં આવતા મૃતદેહ ની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે.
સૂત્રો ના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાંથી 147 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેથી કોરોનાને હરાવનારાની સંખ્યા વધીને 10,317 થઈ છએ. શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા સક્રિય દર્દીઓ 1633 છે, જે પૈકીની 179ને ઓક્સિજન પર અને 73ને વેન્ટિલેટર પર સારવાર ચાલુ છે.આમ વડોદરા માં કોરોના ની સ્થિતિ યથાવત છે.
