વડોદરા માં કોરોના ની સ્થિતિ દિનપ્રતિદિન વધી રહી છે.
વડોદરા શહેરમાં આવેલી અને કોવીડ-19ના દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉભી કરેલી વ્યવસ્થા પૈકી વેન્ટિલેટરની સવલતો ધરાવતા કુલ બેડમાંથી 79 ટકા અને આઈસીયુના કુલ બેડમાંથી 78 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ચૂકયા છે. દર્દીઓની સંખ્યાને જોતા પરિસ્થિતિ હજુ વધુ ગંભીર બને તેવા એંધાણ છે. રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા અને તેમાંના પણ મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામા તકલીફ ઉભી થઇ રહી છે. ઓક્સિજનનો વપરાશ વધતા જરૂરીયાત પણ વધુ ઉભી થઈ રહી છે
વડોદરામાં હાલ 3028 એક્ટિવ કેસ પૈકી 177 દર્દી ઓક્સિજન ઉપર અને 111 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2740 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરા ના ઓલ્ડ પાદરા રોડ સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશનની કચેરીમાં ફરજ બજાવતા 30 પૈકી 23 ના ટેસ્ટ કરાતા નવ કર્મચારીઓ કોરોના પોઝીટિવ આવ્યા છે પરિણામે તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કચેરીને સેનિટાઇઝ કરી ચાલુ કરી દેવામાં આવી છે.
વડોદરા ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી મહાનગરપાલિકાની કચેરી સ્થિત પાણી પુરવઠાની કચેરીમાં બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં ઓફિસ બંધ કરી દેવામાં આવી છે
કોરોના નું સંક્રમણ વધતા વડોદરા માં સ્થિતિ વિકટ બની છે.
