કોરોના ની સ્થિતિ વડોદરામાં વિકટ બની રહી છે અને ગતરોજ શનિવારે કુલ 36 નવા પોઝિટિવ કેસો આવતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 95 પર પહોંચી ગઇ છે. ત્રણ દિવસ અગાઉ શહેરમાં પોઝિટિવ કેસ 17 હતા અને તેમાં અચાનક જ સીધા 95 થઈ જતા હવે વડોદરામાં પોઝિટિવ દર્દીઓમાં સંક્રમણ સ્થાનિક જ થઇ રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહયુ છે. સૌથી વધુ કેસ નાગરવાડાના સૈયદપુરાના છે અને90માંથી 48 કેસો નાગરવાડા સૈયદપુરાના છે. આજે નવા બે વિસ્તારો નાગરવાડાના આમલી ફળિયા અને નાગરજી મહોલ્લો માં પણ નવા કેસો જોવા મળી રહ્યા છે.આ ઉપરાંત અલકાવેલ્ડિંગ સામેના વિસ્તારમાં પણ લોકો કોરોના ના ભયે ફફડી ઊઠ્યા છે. છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાં પણ ડઝન જેટલા કેસો નોંધાયા છે. શનિવારે આ વિસ્તારમાં અનવરહુસેન મલેક અને તેમનો 30 વર્ષનો પુત્ર ઇશાર તથા સેફિયા સૈયદ માતા તથા તેમનો 17 વર્ષીય પુત્ર સુફિયાન કોરોના માં સપડાયા છે. અને શનિવારે જાહેર થયેલા પોઝિટિવમાં 3 વૃદ્ધો અને એક 12 વર્ષના બાળકને બાદ કરતા તમામ યુવાનો જ છે. આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, ‘ રાબેતા મુજબ નક્કી કરેલા શિડ્યુઅલ મુજબ ઓરેન્જ ઝોનમાં નમૂનાના એકત્રીકરણની કામગીરી ચાલી હતી. આગામી દિવસોમાં પણ કોરોના સંક્રમિતોને શોધવા માટે આ કામગીરી ચાલતી રહેશે.’ દરેક મોટા શહેરને પંદરસો નમૂના એકત્ર કરવાનો ટાર્ગેટ છે. જેનાથી ખુબજ ઝડપથી કોરોના ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ કામગીરી ને લઈ કમસેકમ કોરોના આગળ વધતો અટકી જાય છે. આમ વડોદરા માં નાગરવાડા અને તેની આસપાસ ના વિસ્તારોમાં કોરોના નો કહેર જોવા મળી રહ્યો છે બાકીના વિસ્તારોમાં કોરોના ન પહોંચે તે માટે તંત્ર એ એરિયા સીલ કરી દઈ ઝોન જાહેર કર્યા છે.
