વડોદરા પંથક માં કોરોના ની હાડમારી વધી ગઈ છે અને કોરોના સતત આગેકૂચ કરી રહ્યા નું સપાટી ઉપર આવ્યું છે, વડોદરા ની PTS તાલીમ શાળામાં વધુ 8 તાલીમાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા પ્રસરી છે અને અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા ની હકીકત સામે આવી છે જેઓ તમામ હાલ સારવાર હેઠળ છે.વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના એકજ દિવસ માં આજે અત્યાર સુધીના સૌથીવધુ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2718 ઉપર પહોંચી છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 426 સેમ્પલમાંથી 68 પોઝિટિવ અને 358 નેગેટિવ આવ્યા છે. વડોદરામાં આજે વધુ 101 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે 1991 કુલ રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 670 એક્ટિવ કેસ છે, જે પૈકી 138 ઓક્સિજન ઉપર અને 36 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે.
વડોદરા માં કોરોના ના કેસો જે વિસ્તારમાં જોવા મળી રહ્યા છે તેમાં વાઘોડિયા રોડ, વારસીયા, માંજલપુર, ફતેપુરા, અલકાપુરી, પ્રતાપનગર, કિશનવાડી, સમા, દાંડીયાબજાર, કારેલીબાગ, નવાપુરા, વાડી, ગોરવા, ગોત્રી, નાગરવાડા, અને આજવા રોડ વિસ્તાર નો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, સાવલી, કોયલી, નંદેસરી,પોર, કરજણ અને શિનોરમાં કોરોનાના કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરનો એક કેસ પણ વડોદરામાં નોંધાયો છે.
વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન આજે 4 દર્દીના મોત થયા હોવાનું સામે આવ્યું છે.આમ વડોદરા માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે અને લોકો માં જાગૃતિ ના અભાવે વધુને વધુ આ વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે.
